ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજકીય પરિસ્થિતિ માં નવો વળાંક આવ્યો છે. શિક્ષણ અને સરકારી નોકરીઓમાં આર્થિક રીતે નબળા વર્ગને મળતી ૧૦ ટકા અનામત બાદ હવે સવર્ણ સમાજે રાજકીય ક્ષેત્રે પણ સમાન પ્રકારની અનામતની માંગ ઉઠાવી છે. આ મુદ્દે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આજે પાટીદાર, ક્ષત્રિય, બ્રાહ્મણ સહિત કુલ ૫૮ સવર્ણ સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેને રાજકીય રીતે ખૂબ સંવેદનશીલ માનવામાં આવી રહી છે.
આર્થિક રીતે નબળા વર્ગને રાજકીય ક્ષેત્રે પણ અનામત મળે તેવી માંગ સાથે આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં વર્ષો પહેલા અનામત આંદોલનના કેન્દ્રમાં રહેલા અનેક જાણીતા ચહેરાઓ ફરી એક મંચ પર જાવા મળ્યા હતા. દિનેશ બાંભણીયા, ધાર્મિક માલવીયા, મનોજ પનારા, વરુણ પટેલ, અલ્પેશ કથીરીયા, રમજુભા જાડેજા સહિતના આગેવાનો વચ્ચે આ મુદ્દે લાંબી ચર્ચા ચાલી હતી. જેમાં તમામ સમાજના પ્રતિનિધિઓએ એકસૂરે કહ્યું કે, રાજકીય પ્રતિનિધિત્વ વગર આર્થિક રીતે નબળા સવર્ણ વર્ગનો અવાજ દબાઈ રહ્યો છે.
આ બેઠકમાં મુખ્ય માગણી એવી રાખવામાં આવી કે, જેમ ઇકોનોમિક વિકર સેક્શનને નોકરી અને શિક્ષણમાં અનામત મળી છે. તે જ ધોરણે પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા જેવી સ્થાનિક સંસ્થાઓમાં પણ બેઠકો અનામત રાખવામાં આવે. આગેવાનોનું માનવું છે કે, હાલ ટિકિટ ફાળવણીમાં આર્થિક સ્થિત ને કોઈ મહત્વ મળતું નથી, જેના કારણે સવર્ણ સમાજનો નબળો વર્ગ રાજકીય પ્રક્રિયામાં પાછળ રહી જાય છે.
નેતાઓએ ચેતવણીભર્યા સ્વરમાં જણાવ્યું કે, જા સરકાર આ માંગ પર ગંભીરતાથી વિચાર નહીં કરે તો આવનારી ચૂંટણીમાં સવર્ણ મતદારોનું વલણ બદલાઈ શકે છે. ખાસ કરીને પાટીદાર અને ક્ષત્રિય સમાજના યુવા વર્ગમાં આ મુદ્દે ભારે અસંતોષ જાવા મળી રહ્યો છે. બેઠક બાદ મીડિયા સમક્ષ બોલતા આગેવાનોએ જણાવ્યું કે, આ લડત કોઈ એક સમાજની નથી, પરંતુ તમામ આર્થિક રીતે પછાત સવર્ણો માટેની છે. આગામી દિવસોમાં મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખને મળીને લેખિત રજૂઆત કરવામાં આવશે. જરૂર પડશે તો તાલુકા અને જિલ્લા સ્તરે સંમેલનો યોજીને જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ઓબીસી અનામત માટે ઝવેરી પંચના રિપોર્ટ બાદ બેઠકોની જે રીતે વહેંચણી થઈ છે, તે જ માપદંડથી ઇડબલ્યુએસ વર્ગને પણ રાજકીય હિસ્સેદારી મળવી જાઈએ – એવો દબાવ ઉભો કરાઈ રહ્યો છે.
આ મામલે રાજકીય વિશ્લેષકો માને છે કે ૫૮ સમાજાનું એક મંચ પર આવવું સામાન્ય ઘટના નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઊભેલી આ એકતા સત્તારૂઢ પક્ષ માટે નવી પડકારજનક Âસ્થતિ ઉભી કરી શકે છે. જા આ મુદ્દે યોગ્ય સંવાદ ન થયો તો આગામી સમયમાં સવર્ણ રાજકારણ ગુજરાતની ચૂંટણી દિશા બદલી શકે તેવી સંભાવના નકારી શકાય નહીં.









































