સ્કેમર સુકેશ ચંદ્રશેખરે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સ્પેશિયલ જજ પ્રશાંત શર્મા સમક્ષ અરજી દાખલ કરી છે. અરજીમાં, સુકેશે જણાવ્યું હતું કે તે ૨૦૦ કરોડ રૂપિયાના ખંડણી કેસમાં ફરિયાદી અદિતિ સિંહને ૨૧૭ કરોડ રૂપિયા ચૂકવવા તૈયાર છે. જાકે, તેમણે એ પણ સ્પષ્ટતા કરી છે કે તેઓ આ રકમ તેમના કાનૂની અધિકારો સાથે સમાધાન કર્યા વિના આપી રહ્યા છે અને તેને અપરાધની કબૂલાત તરીકે ગણવી જાઈએ નહીં.બીજા શબ્દોમાં કહીએ તો, સુકેશ ચંદ્રશેખર કહે છે કે પૈસા આપવાની વાતનો અર્થ એ નથી કે તેઓ પોતાનો ગુનો સ્વીકારે છે, પરંતુ તેઓ આ પગલું અલગ કારણોસર લઈ રહ્યા છે.કોર્ટે આગામી સુનાવણી માટે ૩ જાન્યુઆરી, ૨૦૨૬ ની તારીખ નક્કી કરી છે. અરજીમાં, અરજદારે લોધી કોલોનીના સ્પેશિયલ સેલ દ્વારા નોંધાયેલી હ્લૈંઇ સંબંધિત કેસનો નિકાલ કરવાની પરવાનગી માંગી છે. આરોપી સુકેશ ચંદ્રશેખરે કોર્ટને અપીલ કરી છે કે ફરિયાદીને નોટિસ જારી કરવામાં આવે અને એવું નોંધવામાં આવે કે સમાધાન દરખાસ્ત સાચી છે અને તેની સંમતિને આધીન છે.દિલ્હી પોલીસે રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટરો શિવિન્દર સિંહ અને માલવિન્દર સિંહની પત્નીઓ સાથે ૨૦૦ કરોડની છેતરપિંડી કરવાના આરોપમાં સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. દેશભરમાં સુકેશ સામે અનેક તપાસ ચાલી રહી છે. પોલીસે ખંડણીના કેસમાં સુકેશ ચંદ્રશેખર અને તેના સહયોગી એ. પૌલોસની ધરપકડ કરી છે. તેઓ મની લોન્ડરિંગ નિવારણ કાયદા હેઠળ પણ કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની તપાસ કરવામાં આવી રહી છે.પોલીસે આ કેસમાં મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ પણ લાગુ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ચંદ્રશેખર, પૌલોસ અને અન્ય આરોપીઓએ ગુનાની રકમને લોન્ડર કરવા અને છુપાવવા માટે હવાલા ચેનલો અને શેલ કંપનીઓના નેટવર્કનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે. સમાધાન અરજી પર કોર્ટે હજુ સુધી આદેશ આપ્યો નથી.









































