સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈ.વર્ષ ૨૦૨૪-૨૫માં લેવાયેલી B.ED. સેમ.-૩ની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયેલ હતું. આ પરીક્ષામાં ગજેરા કેમ્પસની શ્રીમતી એમ. જે. ગજેરા બી.એડ્‌. મહિલા કોલેજનું પરિણામ ૧૦૦ ટકા ડિસ્ટિંક્શન સાથે આવ્યું હતું. જેમાં કથીરીયા વૃતિ પી. કોલેજ ફર્સ્ટ – ૯૬.૩૨%, ફતેપરા રાધિકા એ. કોલેજ સેકન્ડ-૯૬.૦૦% અને બારીયા વિશેશા આર. કોલેજ થર્ડ – ૯૫.૬૮ ટકા પ્રાપ્ત કર્યા હતા. આ સફળતા મેળવવા બદલ સ્ટાફ, સ્ટુડન્ટ અને રેન્કરને સંકુલ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.