પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલની એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે રવિયા બદલી થતા અને તેમના સ્થાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણની નિમણૂક થતા વિદાય અને વેલકમ સમારોહ સોમનાથના સાગર દર્શન હોલ ખાતે યોજાયો હતો. જેમાં સમસ્ત ગામના આગેવાનો, પોલીસ અધિકારીઓ, સ્ટાફ – વેપારી સમાજ અને જ્ઞાતિ આગેવાનોએ ભાવભરી ભવ્ય વિદાયમાન આપી હતી. તેમજ નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરને ભાવસભર આવકાર આપી ફૂલહાર તથા શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.