બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન પર હુમલા કેસમાં નવો વળાંક આવ્યો છે. તેથી હવે આ મામલે મુંબઈ પોલીસની તપાસ અને બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ પર પણ સવાલો ઊભા થયા છે. આ પહેલા ફોરેન્સીક રિપોર્ટમાં કંઈ એવો દાવો કરવામાં આવ્યો કે, આ આખો કેસ જલેબીની જેમ ગુંચવાતો જાવા મળી રહ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર એક્ટરના ઘરથી મળેલા ફિંગર પ્રિન્ટ્સ આરોપી બાંગ્લાદેશી નાગરિક શારિફુલ ઇસ્લામના ફિંગરપ્રિન્ટ્સ સાથે મેચિંગ થતા નથી.
શારિફુલ ઇસ્લામ એક બાંગ્લાદેશી નાગરિક છે. તેની ૧૬ જાન્યુઆરીએ સૈફના ઘરે થયેલા હુમલાના આરોપમાં ધરપકડ થઈ હતી. મુંબઈ પોલીસે તેની ત્રણ દિવસ શોધખોળ બાદ ધરપકડ કરી હતી. જા કે, હવે સોશિયલ મીડિયા પર હવે એવી પણ ચર્ચા થઈ રહી છે કે, જે વ્યક્તિ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યો છે. તેનો ચહેરો ધરપકડ કરાયેલા શારિફુલથી અલગ છે.
રિપોર્ટ અનુસાર સૈફ અલીના ઘરેથી ૧૯ ફિંગરપ્રિન્ટ્સ મળ્યાં હતા. જેમાંથી એકપણ શારિફુલના ફિંગરપ્રિન્ટ્સ સાથે મેચ થતા નથી. આ ખુલાસો સીઆઈડીના રિપોર્ટમાં થયો છે. સીઆઈડીએ શારિફુલના ફિંગરપ્રિન્ટ્સની તાપસ કરી અને એમાં જાણવા મળ્યું કે, ફિંગરપ્રિન્ટ્સ સૈફના ઘરેથી મળેલા ફિંગરપ્રિન્ટ્સ સાથે મેચ થતા નથી. આ ખુલાસા બાદ સવાલો ઊઠી રહ્યાં છે કે, શું પોલીસે સાચા વ્યક્તિની ધરપકડ કરી છે કે નહીં. આ રિપોર્ટ સીઆઈડીના સુપ્રિન્ટેન્ડેન્ટને પુણે મોકલવામાં આવ્યો હતો.
શારિફુલને મુંબઈ પોલીસની એક ટીમે ધરપકડ કરી હતી. પરંતુ રિપોર્ટનું કહેવું છે કે, આ ટીમને કેસને લઈને ખૂબ ઓછી જાણકારી હતી. શરૂઆતમાં આ કેસ જાન ૯ પોલીસ દ્વારા સંભાળવામાં આવી રહ્યો હતો, પરંતુ પાછળથી જાન ૬ની ટીમને શારિફુલની ધરપકડ માટે મોકલવામાં આવી હતી. કેમ કે તે જગ્યા શારિફુલના અંદાજિત રહેઠાણની નજીક હતી.
શારિફુલની ધરપકડ પછી, પોલીસે જે સીસીટીવી ફૂટેજ જાહેર કર્યાં હતા. તેમાં હુમલાખોર સૈફના એપાર્ટમેન્ટની સીડીઓથી બહાર જતો જાવા મળી રહ્યો હતો. પરંતુ આ ફૂટેજ ખૂબ જ ઝાંખા હતા. જેના કારણે તેની તસવીર સ્પષ્ટ રીતે જાઈ શકાતી નહોતી. ત્યાર બાદ પશ્ચિમ રેલવે દ્વારા તૈયાર કરવામાં આવેલા ફેસ આઇડેન્ટીટી રિપોર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ આ રિપોર્ટમાં જે વ્યક્તિ બતાવવામાં આવ્યો, તે સીસીટીવી ફૂટેજમાં જાવા મળી રહેલા વ્યક્તિથી મેચ થઈ રહ્યો નહોતો. આમ આ કેસ વધુ ગુંચવાયો છે. હવે સોશિયલ મીડિયા પર એવા સવાલો ઊઠી રહ્યાં છે કે, શું શારિફુલ ઇસ્લામની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે?