સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં હત્યાની ઘટના સામે આવી છે. શહેરના જૂના બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં એક યુવકનીહત્યા કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ભય અને અચંબો ફેલાવી દીધો છે.
વિગતો મુજબ ૫ થી ૬ અજાણ્યા શખ્સોએ એક યુવક પર અચાનક છરીથી હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે, યુવકને બચાવવાની કોઈ તક મળી ન હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. મૃતક યુવકનું નામ હિતેશ સુરેલા હોવાનું જાણવા મળ્યું છે.
આ તરફ હત્યા કર્યા બાદ આરોપીઓ તરત જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. જાહેર સ્થળે આવી ઘટના બનતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જાવા મળ્યો હતો. લોકોમાં એવી ચર્ચા છે કે, અસામાજિક તત્વોને હવે કાયદા કે પોલીસનો કોઈ ભય રહ્યો નથી.
પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ હત્યા અંગત અદાવતના કારણે કરવામાં આવી હોઈ શકે છે. જાકે પોલીસ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. ઘટના અંગે જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ સાક્ષીઓના નિવેદન આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.








































