સુરતમાં પાંડેસરા ય્ૈંડ્ઢઝ્રમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી પારસ મિલમાં સુરક્ષા સાધન વિના ટાંકીમાં ઉતરેલા ૪ શ્રમિકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ પોલીસે મુખ્ય કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત જાઇએ તો સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી ય્ૈંડ્ઢઝ્રમાં પારસ મિલમાં ગૂંગળામણથી ૪ લોકોના મોત થયા છે. પારસ મિલની ભૂગર્ભ ટાંકી સાફ કરવા એક શ્રમિક અંદર ઉતર્યો ત્યારે ઓકિસજનના અભાવે તરત જ બેભાન થઇ ગયો હતો. આ શ્રમિકને બચાવવા માટે અન્ય ત્રણ લોકો એક પછી એક ટાંકીમાં ઉતર્યા હતા. જાકે, ટાંકીમાં પ્રસરેલા ઝેરી વાયુને કારણે ચારેય લોકો ત્યાં ફસાઇ ગયા હતા. મિલ સ્ટાફ દ્વારા તમામને તરત જ બહાર કાઢી નજીકની હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જાકે, સારવાર મળે તે પહેલા જ ચારેય યુવકના મોત થયા હતા.
મૃતક શ્રમિકોના નામ ઃ ૧. સોનુ કુમાર કમલેશ પાસવાન,૨. દીપુ કુમાર ઉર્ફે અંકિત રવિન્દ્ર પાસવાન,૩. સંદીપ કુમાર સંતોષભાઈ પાસવાન,૪. મલેન્દ્ર પાસવાન છે
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાએ શ્રમિકોને ટાંકીમાં ઉતારતા પહેલા ગેસ માસ્ક, સેફ્ટી બેલ્ટ કે વેન્તીલેશન જેવી કોઈ જ પૂર્વતૈયારી કરી નહોતી. સુરક્ષાના નિયમોની ઘોર અવગણના અને આર્થિક લાભ ખાતર લેવાયેલા આ જાખમી નિર્ણયે ચાર પરિવારોના કુળદીપક બુઝાવી દીધા છે. આ ઘટનાને પગલે શ્રમિક વસાહતોમાં ભારે આક્રોશ જાવા મળી રહ્યો છે.
પાંડેસર પોલીસ સ્ટેશનના પી આઇ જે આર ચૌધરીએ જણાવ્યું હતું કે “કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે. મિલ મેનેજમેન્ટના અન્ય કયા અધિકારીઓની આમાં સંડોવણી છે તેની તપાસ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ તેજ કરવામાં આવી છે. શ્રમિકોના જીવ સાથે રમત કરનારા કોઈ પણને છોડવામાં આવશે નહીં.