સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પાર્ક પેવેલિયન નામની એક હોટલમાં ચાલતા હાઇ-પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે રવિવારે (૧૪ સપ્ટેમ્બર) બાતમીના આધારે આ હોટલમાં દરોડા પાડ્યા હતા, જેમાં ૧૩ વિદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. આ સિવાય ૯ પુરૂષો સહિત કુલ ૨૨ લોકોની ધરપકડ કરાઈ છે.મળતી માહિતી મુજબ, સુરત પોલીસને જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન હોટલમાં સેક્સ રેકેટ ચાલતો હોવાની બાતમી મળી હતી. પોલીસ જ્યારે દરોડા પાડવા હોટલના ચોથા માળે પહોંચી ત્યારે લાકડાનો દરવાજા બંધ હતો. પોલીસે દરવાજા ખખડાવ્યો પરંતુ,  અંદરથી કોઈએ જવાબ ન આપ્યો. બાતમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હોટલનો દરવાજા તોડી નાંખ્યો. દરવાજા તોડતા જાણ થઈ કે, ત્યાં એક હોલ હતો, જ્યાં કાઉન્ટર ટેબલ અને ખુરશીઓ મૂકેલી હતી. તેની બાજુના પેસેજમાં રૂમ નંબર ૪૦૩માં ૭ લોકો મળી આવ્યા હતા. અને રૂમ નંબર ૪૦૭માંથી ૯ વિદેશી મહિલાઓ મળી આવી હતી. દરોડા દરમિયાન પોલીસે હોટલના મેનેજર રૂપેશ ઉર્ફે મેકિસી રમેશ મિશ્રા, બિપીન ઉર્ફે બંટી બાબરીયા અને હાઉસકીપર સંજય હિંગડે અને રાહુલ સોલંકીની ધરપકડ કરી છે. જેમાંથી રૂપેશે કબૂલાત કરી કે, તે યુવતીઓને શરીર સુખ માણવા માટે મોકલતો હતો. આ રેકેટનો મુખ્ય સંચાવક વિજય મોહન કસ્તૂરે છે, જે હોટલના ખર્ચ અને કર્મચારીઓના પગારનું સંચાલન કરે છે. આખુંય રેકેટ વોટ્‌સએપના માધ્યમથી ચાલે છે. યોગેશ દિલીપ તાલેકર નામનો વ્યક્તિ બેન્ક ખાતામાં ગ્રાહકતો પાસેથી પેમેન્ટ લેવાનું કામ કરતો. તેમજ અશોક મામા નામનો ડ્રાઇવર મહિલાઓ લાવવા- લઈ જવાનું કામ કરતો હતો. ગ્રાહકો પાસેથી એકવાર શરીર સુખ માણવાના ૩૫૦૦ રૂપિયા લેવામાં આવતા. જેમાંથી ૨૦૦૦ કમિશન તરીકે વિજય કસ્તુરે રાખતો અને મહિલાઓને ૧૫૦૦ રૂપિયા ચૂકવવામાં આવતા. પોલીસે આ મામલે અમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ, ૧૯૫૬ની કલમ ૩, ૪, ૫, ૭ અને ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૪૪(૨) અને ૫૪ હેઠળ ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હાલ વિદેશી મહિલાઓની પૂછપરછ કરી રહી છે. આ મામલે હજુ નવા ખુલાસા થવાની આશંકા છે.