અમદાવાદની સિવિલ ડીફેન્સ ટ્રેનિંગ સ્કૂલ (ઝ્રડ્ઢ્જી) દ્વારા સિવિલ ડીફેન્સ, સુરતના વોર્ડન તથા સ્વયંસેવકો માટે પાંચ દિવસીય “ક્ષમતા નિર્માણ” તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન સુરતની જીફદ્ગૈં્માં કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કુલ ૩૦૦ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમ સુરતના અનુભવી માસ્ટર ટ્રેનર્સ તથા નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (દ્ગડ્ઢઇહ્લ) દ્વારા પ્રશિક્ષિત ટ્રેનર્સ ઓફ ટ્રેનર્સ (્ર્્) દ્વારા આપવામાં આવ્યો હતો. આ તાલીમ દરમિયાન માનવસર્જિત તેમજ કુદરતી આપત્તિ અને કટોકટીની પરિસ્થિતિઓમાં નાગરિકોની સલામતી અને બચાવ માટે જરૂરી વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમમાં ખાસ કરીને સર્ચ અને રેસ્ક્યુ કામગીરી, ફાયર ફાઇટિંગ ટેકનિક્સ, પ્રાથમિક સારવાર (હ્લૈજિં છૈઙ્ઘ), દોરડા અને ગાંઠોના વિવિધ પ્રકારો તેમજ સિવિલ ડિફેન્સની ભૂમિકા અને જવાબદારીઓ અંગે વિસ્તૃત માહિતી અને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા તાલીમાર્થીઓમાં આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ આપવાની ક્ષમતા, આત્મવિશ્વાસ અને ટીમ વર્કના ગુણોનો વિકાસ થયો છે, જે ભવિષ્યમાં નાગરિક સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.










































