સુરત જીલ્લામાં પુણા ગામની ૧૫ વર્ષની એક સગીરા સોશિયલ મીડિયાના માધ્યમથી ૨૫ વર્ષના પંકજ સરોજ નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. ઉમરવાડાનાં ૨૫ વર્ષીય યુવકે સગીરા સાથે મિત્રતા કરી વારંવર મળવાના બહાને બોલાવતો હતો. મળવાના બહાને યુવકે વારંવાર સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતાં હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબી તપાસમાં સગીરાના પેટમાં ૪ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. યુવકે સગીરાને વિશ્વાસમાં લઈ અપકૃત્ય કર્યાની ઘટના સામે આવી છે.
સગીરાની પૂછપરછ કરતાં તેને સમગ્ર ઘટના જણાવી હતી. સગીરાને પ્રેમમાં ફસાવી ગર્ભવતી કરનાર પુણા પોલીસે ૨૫ વર્ષીય પંકજ સરોજની ધરપકડ કરી છે. પરિવારે સગીરાના અબોર્શન માટે મંજૂરી માંગી છે. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.