સુરત મુકામે સાવરકુંડલાવાળા ભાણગીરીબાપુની દીકરી રીટાબેન દ્વારા શક્તિપૂજન ભંડારો અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવ (અમરોલી)ના મહંત જયંતીગીરી બાપુના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં દડવા મહંત અક્ષય પુરી, પુરણધામ આશ્રમના મહંત મનોજગીરીબાપુ, ગીરનારી બાપુ, કથાકાર મહેશગીરી ખોલવડ, લાઠીવાળા મહંત નટવરગીરી, જરખીયાવાળા મહંત મહેશગીરી ગોસ્વામી, ઈગોરાળાના મહંત દિનેશભારથી, અમરોલીના ગીરનારી બાપુ અને વેલંજા ત્રાકુડાવાળા શ્રી બાપુ સહિતના સંતો-મહંતોએ હાજરી આપી હતી. આ પ્રસંગે સાવરકુંડલાના અગ્રણીઓ પ્રકાશગીરી, વિનુગીરી, મુકેશગીરી તેમજ રૂપાવટીના હિતેશગીરી અને વિસાવદરના હિતેશ પર્વત સહિત અનેક મહાનુભાવો અને સેવક સમુદાય બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમમાં પધારેલા તમામ મહેમાનોનું સ્વાગત અને સન્માન ભાણગીરીબાપુ, અશોક ગીરી, મહેશ ગીરી અને નિલેશ ગીરી (સાવરકુંડલા પરિવાર) દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા દરેક ભાવિકને રુદ્રાક્ષની માળા અર્પણ કરવામાં આવી હતી, તેમ મહેશગીરી ગોસ્વામી (ચલથાણ)ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.









































