શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ આંજણા ફાર્મ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રસ્તા પર સળગાવાયેલા કચરાની આગે નજીકમાં પાર્ક કરેલી કારને ઝપેટમાં લઈ લીધી હતી. કારમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ કે કારનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો છે. ત્યારે કાર માલિકે દાવો કર્યો છે કે વાહનમાં રાખવામાં આવેલી અંદાજિત રૂ. ૧૦ લાખની રોકડ પણ આગમાં બળી ગઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, કોઈ અજાણ્યા વ્યÂક્તએ રસ્તા પર પડેલા કચરાને સળગાવ્યો હતો. જેથી કચરાનો ઢગલો ધીમે ધીમે સળગી રહ્યો હતો. શરૂઆતમાં સામાન્ય લાગતી આગે પવનના કારણે જાતજાતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી રસ્તા પર નજીકમાં પાર્ક કરેલી કાર પણ આગની લપેટોમાં આવી ગઈ હતી અને તે ભળભળ બળવા લાગી હતી. જેના કારણે આસપાસના લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તેઓએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી.
રસ્તા પર ભડકે બળતી કાર અંગે માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને તુરંત જ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ત્યારે ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ટૂંક સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. જેથી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ કાર સંપૂર્ણપણે નુકસાનગ્રસ્ત બની હોવાની માહિતી હાલ સામે આવી રહી છે.
આ મામલે કાર માલિકે જણાવ્યું કે, આગ લાગેલી આ ગાડીમાં અંદાજે રૂ. ૧૦ લાખની રોકડ રકમ રાખવામાં આવી હતી, જે આગમાં બળી ગઈ છે. ત્યારે પોલીસે આ દાવાની સત્યતા અંગે તપાસ શરૂ કરી છે. સાથે જ પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે, જેથી કચરો સળગાવનાર અજાણ્યા વ્યÂક્તની ઓળખ કરી શકાય.
તો આ તરફ સ્થાનિક રહેવાસીઓએ રસ્તા પર કચરો સળગાવવાની ઘટનાઓ પર રોષ વ્યક્ત કર્યો છે. તેમના મતે, આવી બેદરકારીના કારણે મોટી દુર્ઘટના બની શકી હોત. જેથી સ્થાનિક રહેવાસીઓએ મ્યુનિસિપલ તંત્ર પાસે કચરાના યોગ્ય નિકાલ અને દેખરેખ વધારવાની માંગ કરી છે.
હાલ આ ઘટના શહેર માટે ચેતવણીરૂપ બની છે. ખુલ્લામાં કચરો સળગાવવો માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ જાનમાલ માટે પણ જાખમી સાબિત થઈ શકે છે. સમયસર ફાયર વિભાગની કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી, પરંતુ આર્થિક નુકસાન ભારે થયું છે. જાકે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં કારની આ ઘટના હાલ ભારે ચકચાક મચાવી રહી છે.










































