મોટી કુંકાવાવ સોશ્યલ ગ્રુપ, સુરત દક્ષિણ ગુજરાત દ્વારા આયોજિત ૨૦મો “સ્નેહસેતુ” કાર્યક્રમ તા. ૧૧-૦૧-૨૦૨૬ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ગામના સભ્યો વચ્ચે પરસ્પર સ્નેહ, એકતા અને જોડાણને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્યથી કરવામાં આવી હતી અને ત્યારબાદ ગામના અવસાન પામેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નોટબુક અને શિલ્ડ વગેરેના દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ધોરણ ૧ થી ૧૨ માં અવ્વલ નંબરે આવેલ તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમાજના વિકાસમાં યોગદાન આપનાર વ્યક્તિઓનું પણ આ તકે સન્માન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક
કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુવા પેઢીની સક્રિય ભાગીદારી નોંધપાત્ર રહી હતી.