શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જૈન મુનિ સાગર ચંદ્ર સાથે સંકળાયેલો કથિત ઓડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઓડિયો સામે આવતા જ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બની ગયો છે અને અનેક સવાલો ઉભા થયા છે.
મળતી માહિતી મુજબ, વાયરલ થયેલા ઓડિયોમાં એક યુવતી અને જૈન મુનિ વચ્ચેની વાતચીત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઓડિયો પહેલા વાયરલ થયેલા ફોટા સાથે જાડાયેલો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
યુવતી દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે મુનિએ ગુંડાઓ મોકલીને તેને ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો. જાકે, ઓડિયોમાં મુનિ યુવતીને સાવચેતી રાખવા માટે ચેતવણી આપતા હોવાનું પણ સંભળાઈ રહ્યું છે.ઓડિયોમાં મુનિએ “આ મામલો હવે મારા હાથમાં નથી” એવું પણ કહ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે, જેના કારણે સમગ્ર ઘટનાક્રમ વધુ સંદિગ્ધ બની ગયો છે.
આ સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જાવા મળી રહી છે. હાલ આ ઓડિયોની સત્યતા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.પ્રશાસન તરફથી પણ આ મામલે તપાસ શરૂ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.









































