સુરત ખાતે બાબરા શ્રી તાપડીયા આશ્રમના મહંત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ઘનશ્યામ દાસજી મહારાજનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. હિતેનભાઈ મુકુંદભાઈ જસાણી પરિવારની આગ્રહભરી વિનંતિ સ્વીકારી પૂજ્ય બાપુ બાબરાથી સુરત પધાર્યા અને અનુયાયીઓને આશીર્વાદ આપ્યા હતા. ઢોલ-શરણાઈ અને પુષ્પવર્ષા સાથે સ્વાગત બાદ ગુરુપૂજન, આરતી અને ભોજન પ્રસાદ યોજાયો હતો. કાર્યક્રમમાં સંતો અને મોટી સંખ્યામાં સેવકો ઉપસ્થિત રહ્યા હતા.