અમરેલીમાં રહેતી એક પરિણીતાના સમૂહલગ્નમાં લગ્ન થયા હતા. લગ્નના થોડા વર્ષ સુધીમાં સંતાન ન થતાં પરિવારોએ કરિયાવર તેમજ બાળક મુદ્દે મેણાટોણા માર્યા હતા તેમજ પતિએ ઢીકાપાટુ માર્યા હતા. આ અંગે લક્ષ્મીબેન મેહુલભાઇ ચાવડાએ સુરતના અમરોલીમાં રહેતા પતિ મેહુલભાઇ લાલજીભાઇ ચાવડા, સાસુ વિજયાબેન લાલજીભાઇ ચાવડા, સસરા લાલજીભાઇ મનજીભાઇ ચાવડા, નણંદ નેહાબેન મીલનભાઇ ભોરીંગ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમના લગ્નજીવન તા.૦૫/૧૧/૨૦૨૨ થી તા.૨૫/૦૫/૨૦૨૫ દરમ્યાન આરોપીઓએ તેમને ઘરકામ બાબતે તેમજ કરિયાવર બાબતે ત્રાસ આપ્યો હતો. તેમના લગ્ન સમૂહમાં થયા હોવાથી તેમજ સંતાન ન હોવા બાબતે અવારનવાર મેણાટોણા મારી શારીરિક માનસિક દુઃખ-ત્રાસ આપી, ગાળો આપી હતી. પતિએ તેમને ઢીકાપાટુનો મુઢમાર માર્યો હતો. મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી. આદ્રોજા વધુ તપાસ કરી રહ્યા છે.









































