સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં અઢી વર્ષની માસૂમ બાળકીનું ટેરેસ પરથી નીચે પટકાતા મોત થયું છે. મૃતક બાળકીનું નામ એશવી ચૌહાણ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ બાળકી ઘરનાં ધાબા પર રમતી હતી. ત્યારે અચાનક તે ટેરેસ પરથી નીચે પટકાઈ ગઈ હતી. આ ઘટનાએ આસપાસના લોકોમાં પણ ચકચાર મચાવી દીધી હતી.
બાળકી નીચે પડતાં તેના મોઢા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પરિવારજનોએ તરત જ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. જાકે તબીબોએ તપાસ કર્યા બાદ બાળકીને મૃત જાહેર કરી હતી. આ બનાવથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
પ્રાથમિક માહિતી અનુસાર ટેરેસ પરના ગ્રીલમાં રહેલા ગેપમાંથી બાળકી સરકીને નીચે પડી ગઈ હતી. આ ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ છે કે નાનાં બાળકોને એકલા ઊંચી જગ્યાએ રમવા ન દેવા જાઈએ. સુરક્ષા બાબતોમાં થોડી પણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.










































