ધોરાજી તાલુકાના સુપેડી ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ સળગી હતી જેમાં ૨૦ જેટલા પેસેન્જરનો આબાદ બચાવો થયો. પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજી તાલુકાના સુપેડી ગામ નજીક રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે પાસે પોરબંદરથી રાજકોટ આવતી શક્તિ ટ્રાવેલ્સની બસમાં અચાનક બપોરના ચાર વાગ્યા આસપાસના સમયમાં શોર્ટ સર્કિટ થતા અચાનક ગાડીમાં એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગતા શક્તિ ટ્રાવેલ્સના ડ્રાઇવર અને કંડકટરે બસ તાત્કાલિક રોકી અને બસમાં બેઠેલા તમામ પેસેન્જરને ઝડપથી નીચે ઉતરી જવાનું જણાવતા પેસેન્જરો તાત્કાલિક પોતાનો માલ સમાન સાથે નીચે ઉતારી ગયા હતા. ત્યારબાદ થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા નેશનલ હાઇવે ઉપર મોટી જાનહાનિ સર્જાશે તેવું વાતાવરણ થઈ ગયું હતું. આ સમયે તાત્કાલિક આજુબાજુ વિસ્તારના લોકો દોડી આવ્યા હતા અને નગરપાલિકા ફાયર ફાઈટરને જાણ કરતા ધોરાજી નગરપાલિકામાંથી ફાયર ફાઈટરે તાત્કાલિક દોડી આવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.