સુદાનમાં નાઇલ નદીમાં એક પેસેન્જર બોટ પલટી જતાં ઓછામાં ઓછા ૧૫ લોકોના મોત થયા છે, એમ એક તબીબી જૂથે જણાવ્યું છે. દેશમાં ચાલી રહેલા યુદ્ધ પર નજર રાખતા તબીબી જૂથ, સુદાન ડોક્ટર્સ નેટવર્કે અહેવાલ આપ્યો છે કે ઉત્તરી નાઇલ પ્રાંતમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા ૨૭ લોકોને લઈ જતી બોટ ડૂબી ગઈ હતી. જૂથે અહેવાલ આપ્યો છે કે ઓછામાં ઓછા ૧૫ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે રહેવાસીઓ અને બચાવ ટીમો ઓછામાં ઓછા છ અન્ય પીડિતોને શોધી રહી છે. જૂથે જણાવ્યું છે કે દુર્ઘટનામાં છ લોકો બચી ગયા છે.
દરમિયાન યમનના મુખ્ય અલગતાવાદી જૂથ અને સ્થાનિક સુરક્ષા દળોના સમર્થકો વચ્ચે અથડામણમાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા અને બે ડઝનથી વધુ ઘાયલ થયા, અધિકારીઓ અને અલગતાવાદીઓએ બુધવારે જણાવ્યું. યમનની આંતરરાષ્ટÙીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારમાં કાયદાકીય બાબતોના નવનિયુક્ત મંત્રી એશરક અલ-મકતારીએ ઠ પર લખ્યું કે શાબવા પ્રાંતમાં “પીડાદાયક ઘટનાઓ” બની છે. સાક્ષી ખાલિદ અલ-મરફેદી અને સાલેમ લહતાલે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે યમનના અલગતાવાદી દક્ષિણ સંક્રમણ પરિષદના સમર્થકોએ અતાક શહેરમાં પ્રાંતીય સ્થાનિક વહીવટી સત્તાવાળા મકાન પર હુમલો કર્યો અને યેમેની ધ્વજ હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે અથડામણ શરૂ થઈ.