(એ.આર.એલ),મુંબઇ,તા.૩૧
રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત અને અજય દેવગન અભિનીત ‘સિંઘમ અગેઇન’ની સાથે, અનીસ બઝમી દ્વારા નિર્દેિશત અને કાર્તિક આર્યન અભિનીત ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૩’ આ દિવાળીએ થિયેટરોમાં મોટી લડાઈ માટે તૈયાર છે. બંનેનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. દર્શકો પણ આ ફિલ્મોની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે. આ દરમિયાન હવે બંને ફિલ્મોના નિર્માતાઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ‘સિંઘમ અગેઇન’ અને ‘ભૂલ ભુલૈયા’ને ગલ્ફ કન્ટ્રીમાં પ્રતિબંધ હોવાથી તેને આંચકો લાગ્યો છે.ભારતીય ફિલ્મો ‘સિંઘમ અગેન’ અને ‘ભૂલ ભૂલૈયા ૩’ તેમજ શિવકાર્તિકેયનની ફિલ્મ ‘અમરન’ સાઉદી અરેબિયામાં રિલીઝ થશે નહીં. આ ત્રણેય ફિલ્મો દિવાળી દરમિયાન રિલીઝ થવાની છે. ગલ્ફ કન્ટ્રી સિવાય, આ ફિલ્મો બાકીના યુએઈમાં નિયમિત રિલીઝ થતી જાવા મળશે. સાઉદી અરેબિયા ભારતીય ફિલ્મોને લઈને ખૂબ જ કડક છે. ગલ્ફ સત્તાવાળાઓ રાષ્ટવાદી તત્વો, ધાર્મિક અથવા જાતીય સામગ્રી ધરાવતી ભારતીય ફિલ્મોને થિયેટરોમાં પ્રદર્શિત કરવાની મંજૂરી આપતા નથી. જાકે, આ પહેલીવાર નથી જ્યારે ગલ્ફ કન્ટ્રીમાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય.
દિવાળી પર તેમની મોટી ટક્કર પહેલા, અજય દેવગનની ‘સિંઘમ અગેન’ અને કાર્તિક આર્યનની ‘ભૂલ ભૂલૈયા ૩’ પર વિવિધ કારણોસર સાઉદી અરેબિયામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ધાર્મિક સંઘર્ષને કારણે પ્રથમ ફિલ્મ ત્યાં રિલીઝ થશે નહીં, જ્યારે બીજી ફિલ્મ સમલૈંગિક સંદર્ભોને કારણે પ્રતિબંધિત કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, રોહિત શેટ્ટીની સિંઘમ અગેઈનની રિલીઝને આરબ દેશમાં ધાર્મિક સંઘર્ષના ચિત્રણને કારણે અટકાવી દેવામાં આવી છે.ફિલ્મમાં હિંદુ-મુસ્લમ તણાવના ચિત્રણને કારણે ‘સિંઘમ અગેન’ પર આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાનું કહેવાય છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અનીસ બઝમીની ફિલ્મમાં કાર્તિક આર્યનના પાત્રમાં સમલૈંગિકતાના સંદર્ભો છે, જેના કારણે સાઉદી સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતમાં દિવાળી પર ઘણી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા ૩’ ૧ નવેમ્બરે અજય દેવગન-રોહિત શેટ્ટીની સિંઘમ અગેઇન સાથે ટકરાઈ રહી છે. સાઉથ ઈન્ડસ્ટ્રીમાં, શિવકાર્તિકેયન સ્ટારર તમિલ ફિલ્મ ‘અમરન’, કવિનની ‘બ્લડી બેગર’ અને જયમ રવિની ‘બ્રધર’ ૩૧ ઓક્ટોબરે રિલીઝ થઈ હતી. તેલુગુ ફિલ્મો કેએ, બગીરા અને લકી બસ્કર પણ આ જ તારીખે રિલીઝ થઈ હતી.