સિંગ તેલ,કપાસિયા અને પામ તેલના ભાવમાં વધારો થયો છે. ૧૫ દિવસમાં કપાસિયા તેલના ભાવમાં ૧૧૦ રૂપિયાનો વધારો થયો છે. સિંગ તેલના ભાવમાં ૭૦ રૂપિયાનો વધારો થયો છે. પામ તેલના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો થયો છે. સિંગ તેલના એક ડબ્બાની કિંમત ૨૪૩૫ રૂપિયાથી વધીને ૨૪૮૫ રૂપિયા થઈ ગઈ છે.
કપાસિયા તેલના એક ડબ્બાની કિંમત ૨૨૭૦ રૂપિયાથી વધીને ૨૩૨૦ રૂપિયા થઈ ગઈ છે. પામ તેલના એક ડબ્બાની કિંમત ૧૯૬૦ રૂપિયાથી વધીને ૧૯૭૦ રૂપિયા થઈ ગઈ છે. સિંગ તેલ, કપાસિયા અને પામ તેલના ભાવ સાતમ-આઠમના તહેવારો પહેલા જ વધી ગયા છે, જેના કારણે ગૃહિણીઓમાં ચિંતા વધી ગઈ છે. દર વર્ષે, સિંગ તેલ, કપાસિયા તેલ અને કપાસિયા તેલના ભાવ સાતમ-આઠમના તહેવારો પહેલા વધે છે. તહેવારોની મોસમમાં, સીંગતેલનો એક ડબ્બો ૨૫૦૦ રૂપિયાની નજીક પહોંચી ગયો છે, સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પામતેલના ભાવમાં પ્રતિ ડબ્બો ૫૦ રૂપિયાનો વધારો થયો છે.
સૌરાષ્ટÙના ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારોમાં મગફળીનો પાક મોટા પ્રમાણમાં વાવ્યો છે. સારા વરસાદને કારણે ખેડૂતોએ સીંગતેલનો પાક વાવ્યો છે. જાકે, સતત વરસાદને કારણે રોગોના કારણે સીંગતેલનો પાક પીળો પડી રહ્યો છે. સીંગતેલમાં ફૂગના કારણે સીંગતેલ પીળો થવા લાગે છે અને અંતે સીંગતેલનો છોડ સુકાઈ જાય છે અને મરી જાય છે. આના કારણે ખેડૂતોને ઘણી મુશ્કેલી પડી રહી છે.