શ્રી નૂતન કેળવણી મંડળ, સાવરકુંડલા સંચાલિત જે.વી.મોદી હાઇસ્કુલ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન વિવિધ ક્ષેત્રે ઝળકેલા તેજસ્વી તારલાઓનો ‘સન્માન સમારોહ’ અને ધોરણ ૧૦ તથા ૧૨ ના વિદ્યાર્થીઓનો ‘વિદાય સમારંભ’ ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો.વર્ષ દરમિયાન શાળામાં આયોજિત સહ-અભ્યાસક
પ્રવૃત્તિઓ જેવી કે સંગીત, ચિત્રકામ, રમતગમત, વિજ્ઞાન-ગણિત પ્રદર્શન, ગ્રાહક સુરક્ષા સપ્તાહ અને વિવિધ પ્રમાણપત્ર પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે મોમેન્ટો, ગિફ્ટ અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણની સાથે સામાજિક જવાબદારીનું પણ દર્શન થયું હતું. શાળાના વિશિષ્ટ શિક્ષક વિમલભાઈ પંડ્યાના સહયોગથી દિવ્યાંગ બાળકોને મહાનુભાવોના હસ્તે ‘દિવ્યાંગ કીટ’નું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ બિરદાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શબ્દો અને પુષ્પગુચ્છથી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.











































