સાવરકુંડલા ખાતે કાર્યરત ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત બાળકોના વિકાસ માટે ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂ. ભક્તિરામબાપુ, કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, ડો. પ્રકાશ કટારીયા, મેહુલભાઈ ત્રિવેદી સહિત તમામ રાજકીય આગેવાનો સાથે અધિકારીઓએ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કરીને બિરદાવ્યા હતા. આમ ભણતર સાથે સ્વાસ્થ્ય, સુરક્ષાના પાઠ પણ ભણાવવા જરૂરી છે. સાવરકુંડલા શહેરમાં ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટે અહીં હાથસણી રોડ પર આવેલ ગરીબ લોકોના બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક સેવા પુરી પાડી હતી.