સાવરકુંડલા શહેરમાં આગામી પવિત્ર રમઝાન ઈદ અને રામનવમીના પર્વો નિમિત્તે શાંતિ, ભાઈચારો અને સલામતીનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર અત્યંત સજ્જ બન્યું છે.
એ.એસ.પી. ગઢવીના સીધા માર્ગદર્શન હેઠળ શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ભવ્ય ‘ફૂટ માર્ચ’ યોજવામાં આવી હતી. આ પરેડમાં ટાઉન અને અર્બન પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં જવાનો જોડાયા હતા. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારો દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને અને લોકો નિર્ભયતાથી પર્વોની ઉજવણી કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. એ.એસ.પી. ગઢવીએ કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ રાખવાની પ્રાથમિકતા દર્શાવી સ્થાનિકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.