સાવરકુંડલા પરશુરામ સેના દ્વારા ભગવાન પરશુરામ દાદાના પ્રાગટ્ય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૯/૦૪/૨૦૨૫ના રોજ બ્રહ્મપુરી ખાતે આ ધાર્મિક ઉત્સવ યોજાશે, જેમાં સેવાકીય પ્રવૃત્તિઓ પણ સામેલ છે. કાર્યક્રમમાં સાંજે ૫ઃ૦૦ કલાકે ભગવાન પરશુરામનું વૈદિક પૂજન અને સાંજે ૫ઃ૩૦ કલાકે શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં આકર્ષક રથ અને લાઇટિંગ જોવા મળશે. સાંજે ૭ઃ૩૦ કલાકે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. રાત્રે ૮ઃ૦૦ કલાકે સમસ્ત સમાજ માટે બ્રહ્મ ભોજનનું આયોજન છે. સમસ્ત બ્રહ્મબંધુઓને સહપરિવાર આ મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે.