સાવરકુંડલા શહેર ખાતે છેવાડાના વિસ્તારોમાં વસતા પ્રસૂતા બહેનો માટે પ્રભુનો પ્રસાદ (સુખડી) અને જાહેર સ્થાન ઉપર ફરતા ભિક્ષુક લોકોને પ્રભુનો પ્રસાદ (ભોજન) સ્થળ પર પહોચતું કરવાનો ધ ઉડાન વેલફેર ફાઉન્ડેશન દ્વારા સેવાકીય કાર્યનો પ્રારંભ થયો હતો. આ બદલ શહેરભરમાંથી આ ટીમની પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી હતી.