વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય કક્ષાના ‘પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ’ કાર્યક્રમ અંતર્ગત વારાણસી ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૦મા હપ્તા પેટે સમગ્ર દેશના ૯.૭૦ કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂ. ૨૦,૫૦૦ કરોડથી વધુની સહાયનું DBTના માધ્યમથી વિતરણ કર્યું હતું. સાવરકુંડલા તાલુકાના ૨૮૧૩૭થી વધુ ખેડૂતોને કુલ રૂ. ૫.૬૨ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત સાવરકુંડલા તાલુકામાં ખેતીલક્ષી ટ્રેક્ટર યોજનાના ૩૯૩ અને ફાર્મ મિકેનાઈજેશન યોજના હેઠળ ૯૧૧ જેવા કે રોટાવેટર, દંતાળ, થ્રેસર, પાવરટીલર જેવા વિવિધ ખેતીલક્ષી સાધનો માટે મળીને કુલ ૧૩૦૪ ખેડૂત લાભાર્થીઓને તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા તેમજ તાલુકાના મહાનુભાવોના હસ્તે મંજૂરીપત્રક વિતરણ કરવામાં આવ્યા. આ તકે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરિયા, જયસુખભાઈ સાવલીયા, સમિતિ ચેરમેન ઈલાબેન નાકરાણી સહિત ઉપસ્થિત રહ્યા હતા.









































