સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા અધ્યાપન મંદિર ખાતે જિલ્લા તોલમાપ અને ગ્રાહક સુરક્ષા અધિકારી બારૈયાની ઉપસ્થિતિમાં કન્ઝ્યુમર ક્લબના ચેક વિતરણ તેમજ ગ્રાહક સુરક્ષા જાગૃતિ શિબિર યોજાઈ હતી. વિવિધ હાઈસ્કૂલના પ્રતિનિધિઓને સરકાર તરફથી મળનારા રૂ.૪૦૦૦ના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રાજુભાઈ દોશી, મહેશભાઈ મશરૂ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. વકતાઓએ ગ્રાહક અધિકારો અંગે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમને સફળ બનાવવા રમેશભાઈ હીરાણી, રવિભાઈ મહેતા, બિપીનભાઈ પાંધી, પ્રણવભાઈ અને હર્ષદભાઈ જોશીનો વિશેષ ફાળો રહ્યો હતો.