સાવરકુંડલામાં કચરો વાળવા મુદ્દે મહિલાઓમાં બબાલ થઈ હતી. રીઝવાના જાકીરભાઇ કુરેશી (ઉ.વ.૪૫)એ રેશુબેન આસીફભાઇ દલ, રેશુબેનના મમ્મી તથા અન્ય એક સ્ત્રી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમના જેઠાણી અને રેશુબેન વચ્ચે કચરો વાળી ભેગો કરવા બાબતે માથાકુટ થઈ હતી. જે બાબતે તેઓ નીચે સમજાવવા આવતા દાદરા નીચે ઉતરતી વખતે રેશુબેન તથા તેના મમ્મી તથા અન્ય સ્ત્રી આ ત્રણેયમાંથી કોઇકે એક ઇંટનો છુટ્ટો ઘા મારી તેમના કપાળના ભાગે બે ટાંકા આવે તેવી ઇજા કરી હતી. ઉપરાંત તેના જેઠાણીને ગાળો આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.









































