સાવરકુંડલા રૂરલ પોલીસે હિતેશભાઇ એભલભાઇ ભુકણ, યાસીનભાઇ જમાલભાઇ પઠાણ, ઇમરાનભાઇ રસુલભાઇ શેખ, મુનાજીરભાઇ મજીતભાઇ બેલીમ ગંજી પત્તાના પાના વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂ.૧૮,૨૦૦, હાથબતી નંગ-૧, મોટર યાકલ નંગ-૦૪ કુલ કિં.રૂ.૭૫,૦૦૦ મળી કુલ રૂ.૯૩,૨૨૦ના મુદામાલ સાથે રેઇડ દરમિયાન પકડાયા હતા. જયારે ૪ શખ્સો ફરાર થઈ ગયા હતા. તો લાઠીના સરકારી પીપળવા ગામેથી દેવીપુજક વાસમાં જયસુખભાઇ લાલજીભાઇ ચારોલીયાના રહેણાંક મકાન પાછળ ખુલ્લી શેરીમાં જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસાથી હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.૧૨,૧૨૦ સાથે ઝડપાયા હતા







































