સાવરકુંડલા શહેરની શ્રી બ્રાંચ શાળા નંબર–૫ ના પ્રાંગણમાં તા. ૨૬/૧૨/૨૫ના રોજ વીર બાલ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શીખ ધર્મના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો શાહિબઝાદા જોરાવરસિંહજી અને ફતેહસિંહજીના બલિદાનની યાદમાં આ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓમાં શૌર્ય, બલિદાન અને દેશભક્તિના સંસ્કારો વિકસે તે હેતુથી નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા તેમજ વેશભૂષા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાના આચાર્યએ ભવ્ય આયોજન બદલ શિક્ષકવૃંદ તથા વિદ્યાર્થી મિત્રોને અભિનંદન આપી ભાવિ જીવનમાં વીર બાળકોના બલિદાનની પ્રેરણા લઈને દેશસેવા માટે પ્રતિબદ્ધ રહેવા આહ્‌વાન કર્યું હતું.