શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત જે.વી. મોદી હાઈસ્કૂલમાં ખૂબ જ આદરભાવ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી થઈ હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તમામ ગુરુજનોનું કુમકુમ તિલક અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું. ત્યાર પછી શાળાના ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ અને શિષ્યના સંબંધો અને ગુરુનો મહિમા વર્ણવતા વક્તવ્ય રજૂ કરાયા હતા. જેમાં વચ્ચે વચ્ચે વિદ્યાર્થીઓ દ્વારા જ ગુરુની ધૂન, ભજનો અને સુવિચારો રજૂ કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ ૯ ના વિદ્યાર્થી યશ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા અને સમગ્ર ટ્રસ્ટીગણે આ પ્રસંગે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.