સાવરકુંડલાની કે. કે. હાઈસ્કૂલના ધોરણ ૧૧ સાયન્સના વિદ્યાર્થી આદિત્ય જીંજુવાડીયએ જી્‌ઈસ્ ઊેડ ૪.૦ સ્પર્ધામાં ઝોન કક્ષાએ ઉત્તમ સફળતા મેળવી રાજ્ય કક્ષાએ પ્રવેશ મેળવ્યો છે. આ સિદ્ધિ પાછળ શાળાના માર્ગદર્શક શિક્ષક સાગરભાઈ વડોદરીનું મહત્વપૂર્ણ માર્ગદર્શન રહેલું છે. સાથે સાથે શાળાના આચાર્ય ચેતનભાઈ ગુજરીયા તથા શાળા પરિવારે વિદ્યાર્થીને અભિનંદન પાઠવી તેના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન કામદાર, મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા, ઉપપ્રમુખ કનુભાઈ ગેડિયા તથા સમગ્ર ટ્રસ્ટીગણે વિદ્યાર્થી, માર્ગદર્શક શિક્ષક અને શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.