નવરાત્રી મહોત્સવ નિમિત્તે શ્રીકૃષ્ણ ગૌશાળામાં સમુદ્રમંથનની થીમ બનાવવામાં આવી છે જે સમગ્ર શહેરમાં અને આસપાસના વિસ્તારમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સમુદ્રમંથનની થીમ અને ગાય માતાના દર્શન કરી સૌ ધન્યતા અનુભવી રહ્યા છે. ગૌશાળાના લાભાર્થે દર વર્ષે આવું નવું નવું આયોજન કરવામાં આવે છે. ગૌશાળાના લાભાર્થે સૌ સહભાગી થાય તેવી કૃષ્ણ ગૌશાળાએ અપીલ કરી હતી.