સાવરકુંડલાના સેંજળ ગામે આજે કારોબારી બેઠક યોજાઈ હતી. દર ત્રણ વર્ષે તલાટી કમ મંત્રીના મંડળની ચૂંટણી આવતી હોય છે ત્યારે આ વર્ષે બિનહરીફ પ્રમુખની વરણી કરવામાં આવી છે ત્યારબાદ પ્રથમ કારોબારી બેઠકમાં પ્રમુખ અર્જુનસિંહ સરવૈયાના આગેવાનીમાં મહામંત્રી, ઉપપ્રમુખ, ખજાનચી, સંગઠન મંત્રી, કાર્યાલય મંત્રી, વિભાગીય મંત્રી, રાજ્ય પ્રતિનિધિ લીગલ એડવાઈઝર, મહિલા મંત્રી, મીડિયા કન્વીનર સહિતની હોદ્દાની વરણી કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં તલાટી કમ મંત્રીના પ્રશ્નોને વાચા આપવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી.