શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય, જેસર રોડ, સાવરકુંડલા દ્વારા તા. ૨૪ ડિસેમ્બરના રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન નિમિત્તે કન્ઝ્યુમર ક્લબના ઉપક્રમે સુંદર ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેસર રોડ ગુરુકુળના વિદ્યાર્થીઓએ ગ્રાહક જાગૃતિ અને બિલના મહ¥વને દર્શાવતું એક પ્રેરક નાટક રજૂ કર્યું હતું. શાળાના આચાર્ય કૌશિકગીરી ગોસ્વામીએ વિદ્યાર્થીઓને ગ્રાહક અધિકારો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આજના કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામી અને ડાયરેક્ટર વ્યાસભાઈની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી, જેમણે વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા વિશે જાગૃત રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.









































