સાવરકુંડલા તાલુકાના શેલણા ગામે પીર સૈયદ મુનિરબાપુના હસ્તે ૧૦ થી ૧૯ વર્ષના યુવાનો તમાકુ, બીડી, માવા સહિતના વ્યસનમાંથી મુક્ત બન્યા. કાર્યક્રમ દરમિયાન મુનિરબાપુએ યુવાનોને વ્યસનથી થતી શારીરિક, માનસિક અને પારિવારિક હાનિ અંગે માર્ગદર્શન આપ્યું હતુ. પીર સૈયદ દાદાબાપુ કાદરી રહેમતુલ્લા અલયહી દ્વારા શરૂ કરાયેલ નિઃસ્વાર્થ વ્યસન મુક્તિ અભિયાનને આજે મુનિરબાપુ આગળ ધપાવી રહ્યા છે. ધર્મ-જાતિભેદ વગર સમાજને વ્યસન મુક્ત બનાવવાના હેતુથી આ અભિયાન દિન પ્રતિદિન વેગ પકડી રહ્યુ છે.









































