સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામે સ્થાનિક નદીમાં પાણીનું સ્તર વધતા ટ્રેક્ટરચાલક પાણીમાં ફસાઈ જતા સરપંચ અને ગ્રામજનોની સમયસૂચકતાથી ટ્રેક્ટરચાલકનો આબાદ બચાવ થયો હતો. સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામે રહેતા રમેશભાઈ ભલાણી પોતાનું ટ્રેક્ટર લઈ ખેતરેથી ઘરે પરત ફરતા હતા ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતા ટ્રેક્ટર પાણીમાં ફસાઈ ગયું હતું. આ ઘટનાની જાણ સરપંચ ભાવેશભાઈ ખુટને થતા તેમણે તાત્કાલિક ગ્રામજનોને સાથે રાખી એક જૂથ થઈ મહેશભાઈ ભલાણીને પાણીમાંથી ટ્રેક્ટર સહિત બહાર કાઢ્યા હતા. ગ્રામજનોની આ એકતાને કારણે ટ્રેક્ટરચાલકનો જીવ બચતાં ટ્રેક્ટરચાલક રમેશભાઈએ ગ્રામજનોનો આભાર માન્યો હતો.