સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે પ્રાથમિક શાળા ખાતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘમાં ખજાનચી તરીકે નિમણૂક પામનાર મહેન્દ્રભાઈ વિંછીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષક સંઘના તમામ સભ્યો તેમ જ આચાર્ય ગણ અને શિક્ષક ગણ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહેન્દ્રભાઈ વિંછીયાને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વીજપડી પે સેન્ટર શાળા તેમજ પેટાશાળા દ્વારા તેમનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.