સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ છેવાડાના વિસ્તારોમાં ગરીબ બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપતાં ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતાં વિનામૂલ્યે શિક્ષણ સેવાની સાવરકુંડલા એએસપી વલય વૈદ્યએ મુલાકાત લીધી હતી. તેમણે આ બાળકો સાથે શૈક્ષણિક વાતો ઉપરાંત જીવનમૂલ્યોને સ્પર્શતી પ્રેરણાદાયી વાતો પણ શેર કરી હતી. આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ નિહાળી સંસ્થાના ધારાબેન ગોહિલ સહિત તેની ટીમને અભિનંદન પણ પાઠવી આવા સમાજ સેવાના કાર્યને બિરદાવ્યું હતું.