અમરેલી જિલ્લામાં ફરી એકવાર અકસ્માત સર્જાયો છે. જેમાં સા.કુંડલા નજીક ચરખડીયા ગામ પાસે આવેલી નદીનાં પુલ ઉપરથી કાર ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પુલ નીચે ખાબકી હતી. જેમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જેમાં કારમાં બેઠેલા બે વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. સા.કુંડલાનાં ચરખડીયા ગામ પાસે નદીના પુલ ઉપરથી કાર રેલીંગ તોડી નીચે ખાબકી હતી. જેમાં કાર ચાલક રસીકભાઈ સોલંકી, રહે. હુડલીવાળાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જયારે અમરેલી પરીક્ષા આપવા જઈ રહેલા સુમિત પરમાર રહે.સાવરકુંડલા અને દક્ષિત રાઠોડ, રહે.કેરાળાવાળાને સામાન્ય ઈજા થતાં તાત્કાલિક ૧૦૮ મારફતે બન્ને વિદ્યાર્થીઓને સા.કુંડલા હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.