સાવરકુંડલા શહેરના જેસર રોડ પર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત સહજાનંદ પ્રાથમિક વિદ્યાલય અને સ્વામિનારાયણ વિદ્યાલયમાં ૨૮ ફેબ્રુઆરી ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ નિમિત્તે એક ભવ્ય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના આધુનિક વિજ્ઞાન યુગમાં થઈ રહેલી નવીનતમ શોધોથી વિદ્યાર્થીઓ અવગત થાય અને તેમની વૈજ્ઞાનિક સૂઝબૂઝ ખીલે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રદર્શનમાં ધોરણ પાંચથી નવના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતો પર આધારિત આકર્ષક અને નવીન મોડેલો તૈયાર કરવામાં આવ્યા હતા. આ મોડેલો દ્વારા વિદ્યાર્થીઓએ પર્યાવરણ જાળવણી, ટેકનોલોજીનો ઉપયોગ અને રોજિંદા જીવનમાં વિજ્ઞાનનું મહત્વ ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું હતું. મુલાકાતીઓએ વિદ્યાર્થીઓની રજૂઆત અને તેમની મહેનતને ખૂબ જ બિરદાવી હતી.