શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દથી પીડાતા દર્દીઓને ધ્યાનમાં રાખી શુક્રવારના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં ૩૩૮મા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરનગર હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા ૮૮ જેટલા મોતિયાના દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ ૧૮ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર હોય એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન તેમજ સારવાર આપવામાં આવી હતી. અને જે દર્દીઓને ચશ્મા અને દવાઓની જરૂર હતી એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ચશ્મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવી હતી. નેત્રયજ્ઞનું દિપ પ્રાગટ્ય સંસ્થાના વડા પૂજ્ય શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.