સાવરકુંડલા શહેરના મહત્વપૂર્ણ સાવરકુંડલાથી નેસડી રોડ પર વાહનોની બેફામ ગતિને રોકવા અને અકસ્માતો ટાળવા માટે તંત્ર દ્વારા રોડ પર નવો ડામર પાથરવામાં આવેલ. આ નવા રોડ પર બમ્પ મુકવાની કામગીરી કરવામાં આવી છે. હાથસણી રોડ ચોકડીથી લલુડાની વાવ સુધીના વિસ્તારમાં કુલ ૧૨ સ્પીડ બ્રેકર મૂકવામાં આવતા નેસડી રોડ પરના વેપારીઓ, રહેણાંક સોસાયટીઓ, હીરા કારખાનાઓના શ્રમિકો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.











































