સાવરકુંડલા શહેરમાં આવેલ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર દ્વારા તા. ૮ માર્ચ ૨૦૨૫ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આશરે ૭૦ થી ૮૦ મહિલા કર્મચારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. ગાયનેકોલોજીસ્ટ ડા. વંદિતા સલાટે મહિલાઓના આરોગ્ય અને સશક્તિકરણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડો. ધાર્મિબેને મહિલાઓ સમક્ષ આવતા પડકારો અને પરિવાર તેમજ કારકિર્દી વચ્ચે સંલુલન રાખવાના કૌશલ્ય અંગે વાત કરી હતી. ચંપાબેન બગડા અને ઉપાસનાબેન મકવાણાએ કાર્યસ્થાન અને ઘરની જવાબદારી સંભાળતી મહિલાના વાસ્તવિક અનુભવો શેર કર્યા હતા. આ અવસરે હોસ્પિટલના કાર્યરત મહિલા કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડા. દર્શનાબેન શિયાળે કર્યું હતું.