ભારત સરકારની P.S.S. યોજના અન્વયે ગુજકોમાસોલને નોડલ એજન્સી તરીકે કામગીરી સોંપેલ છે. ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શનમાં સાવરકુંડલા એ.પી.એમ.સી.માં ટેકાના ભાવે ખરીદીની લોકલ એજન્સી તરીકે તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને અમરેલી ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહ. મંડળી (FPO)ને કામગીરી સોંપાઇ છે. તા.૦૯/૧૧/૨૦૨૫થી અહીં ટેકાના ભાવથી મગફળી ખરીદી થઇ રહી છે. જેની મુલાકાત આજે મનીષભાઇ સંઘાણી- પ્રમુખ અમરેલી ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહ. મંડળી (FPO) અને જિલ્લા સહકારી સંઘ તથા દિપકભાઇ માલાણી- ચેરમેન સાવરકુંડલા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને વા.ચેરમેન અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા લેવામાં આવી હતી. બંને મહાનુભાવોએ મગફળી વેચવા આવેલ ખેડૂતો સાથે ચર્ચા કરી કામગીરીનું નિરીક્ષણ કરેલ. ગુજકોમાસોલના અધિકારી રાજાભાઇ બારડ, ડેનીસભાઇ રામાણી, સંસ્થાના પ્રતિનિધિ ભાવેશભાઇ સંઘાણી, રાજુભાઇ માલાણી, સતીષભાઇ મહેતા અને સ્ટાફગણ, મજૂરભાઇઓ ઉપસ્થિત રહેલ.