સાવરકુંડલા માર્કેટયાર્ડ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અને માર્કેટયાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી સહિતના અગ્રણીઓએ ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ એક-એક વૃક્ષ વાવી પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, વેપારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.