સાવરકુંડલાના બોરાળા ગામની સીમમાંથી કેબલ વાયર અને સ્ટાર્ટર મળીને રૂપિયા ૫૬૫૦૦ની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. બનાવ સંદર્ભે પરેશભાઈ બટુકભાઈ સેંદડીયા (ઉ.વ.૩૦)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, બોરાળા ગામની સીમમાં શેત્રુંજીના કાંઠે આવલી તેમની વાડીમાંથી આશે ૧૦૦ ફૂટ કેબલ વાયર અને મોટરનો ફ્યૂઝ-સ્ટાર્ટર તથા સાહેદોની વાડીઓમાંથી આશરે ૪૩૦ ફૂટ કેબલ વાયરની ચોરી થઈ હતી. કુલ મળીને આશરે ૫૬૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.બી. મારૂ વધુ તપાસ કરી રહ્યા છે.