સાવરકુંડલા તાલુકાના ડેડકડી ગામે સંજયભાઈ ખેરાળા દ્વારા પશુની સારવાર માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ગુજરાતમાં લમ્પી વાયરસના નોંધપાત્ર કેસ મળી રહ્યા છે ત્યારે પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. આ કેમ્પમાં ખેરાળા સંજયભાઈ, કેવરીયા નિલેશભાઈ, સમા ઈકબાલભાઈ, વાઘ બંસીભાઈ, ખેરાળા ધર્મેશભાઈ સહિતના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચિકિત્સકની ટીમ દ્વારા ગામના પશુઓની સારવાર અને નિદાન કરવામાં આવ્યું હતું એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું.