સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારો ઉર્ષ તેમજ જન્માષ્ટમી, ગણેશોત્સવ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય એવી અપેક્ષા સાથે શાંતિ સમિતિની શહેરના આગેવાનો સાથે મિટિંગ યોજાઇ હતી. સાવરકુંડલા ટાઉન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ. એમ. અગ્રાવત દ્વારા આજે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી. જેમાં આગામી દિવસોમાં આવતા તહેવારો શાંતિમય ઉજવાય તેમજ કોમી એકતા જળવાઈ રહે તેવી આગેવાનોને અપીલ કરી હતી. તેમજ આગેવાનો દ્વારા તહેવાર શાંતિમય તેમજ સાથ સહકારથી ઉજવશે તેવી ખાત્રી આપવામાં આવી હતી.